પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 99મી જયંતી આખા દેશમાં સુશાસન દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. દેશભરમાં બીજેપીના મુખ્યાલયો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક બૂથ પર અટલજીના ચિત્ર પર પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.