ડાકુ તરીકે ઓળખાતી લશ્કરી ગેંગે રવિવારે વિવિધ સમુદાયો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 160 લોકો મૃત્યુ પામ્યા છે અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નાઈજીરિયાના ઉત્તર-મધ્ય રાજ્યમાં હુમલાખોરોએ આતંક મચાવ્યો છે.વર્ષ 2009થી ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં જેહાદી સંઘર્ષ ચાલી રહ્યો છે. બોકો હરામ ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા હરીફો સાથે વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. જેમા હજારો લોકોના મૃત્યુ થયા છે. તો લગભગ 20 લાખ જેટલા લોકો વિસ્થાપિત થયા છે.તો હાલમાં ચાલી રહેલા નાઈજીરિયાના ઉત્તર- મધ્ય રાજ્યમાં થયેલા હુમલામાં 160ના મોત થયા છે. સ્થાનિક અધિકારીએ સોમવારે જણાવ્યુ હતુ કે ડાકુ તરીકે ઓળખાતી લશ્કરી ગેંગે રવિવારે વિવિધ સમુદાયો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 160 લોકો મૃત્યુ પામ્યા છે અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલાખોર ડાકુઓએ સેન્ટ્રલ નાઈજીરિયામાં ઘરોમાં પણ આગ લગાવી દીધી હતી.
મધ્ય નાઇજિરીયામાં ગામડાઓ પરના એક પછી એક થયેલા હુમલાઓમાં લગભગ 160 લોકો માર્યા ગયા છે. વર્ષોથી ધાર્મિક અને વંશીય તણાવ સાથે ઝઝૂમી રહેલા પ્રદેશમાં મૃત્યુઆંકમાં સતત વધારો થયો છે. મુશુ ગામના રહેવાસી માર્કસ અમોરુડુએ જણાવ્યું કે જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે લોકો સૂતા હતા. તેણે કહ્યું કે અમે ભયભીત હતા કારણ કે અમને હુમલાની આશા ન હતી. લોકો છુપાઈ ગયા, પરંતુ હુમલાખોરોએ તેમનામાંથી ઘણાને પકડી લીધા, કેટલાક માર્યા ગયા, અન્ય ઇજાગ્રસ્ત થયા.