અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન સમયે સી.એમ. એ અટલજીને યાદ કર્યા ને કરોડોનાં વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું.
લોકો દર વર્ષે આની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો પણ મૂકવામાં આવી છે.