મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે.
RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોની તપાસ શરૂ કરી છે પરંતુ કંઈ વાંધાજનક મળ્યું નથી. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. RBI ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં અનેક સ્થળો પર બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈમેલમાં લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ રાખવામાં આવ્યા છે.
ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.