ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૩ની આજે મળેલી અંતિમ સાધારણ સભામાં વિપક્ષ નેતાએ ઓવરબ્રીજ, સીક્સલેન, ટીપી સહિતના મુદ્દે અધિકારીઓ દ્વારા જવાબો અપાતા ન હોય તેને લઈને મેયરનો ઉધડો લીધો હતો અને ભારે તડાપીટ બોલાવી હતી. આ બેઠકમાં વિવિધ ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને આજે ૨૦૨૩ ના વર્ષની અંતિમ સાધારણ સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષો સભ્યો દ્વારા ભાવનગરમાં છેલ્લા છ એક વર્ષથી ચાલી રહેલા સિક્સલેન અને ઓવરબ્રિજના કામને લઈને ભારે બોલાવી હતી અને પ્રશ્નોની જડી વરસાવી હતી. અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબો અપાતા ન હોવાના પણ આક્ષેપો કરાયા હતા અને મેયર ને સંબોધીને વિપક્ષ નેતા ભરતભાઇએ તો ત્યાં સુધી કહી દીધું કે તમારું કોઈ માનતું નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઈ હક નથી જેને લઈને સભામાં ભારે બેકારો મચી જવા પામ્યો હતો. વિપક્ષના જયદિપસિહ સહિત સભ્યોએ પણ આ પ્રશ્ને ભારે તડાપીટ બોલાવી હતી. અને લાંબા સમયથી ચાલતા કામો પુર્ણ કરવાનો સમય નિશ્ચિત કરવા માગ કરેલ.
આજની સાધારણ સભામાં કર્મચારીઓને મળવા પાત્ર થતી આર્થિક સહાય આપવા ઉપરાંત લીજ પટ્ટા રીન્યુ કરવાના ઠરાવોને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટીપી અંગેના નિર્ણયો તેમજ મહાપાલિકા હસ્તકના તળાવોમાં વોટર સ્પોટ એÂક્ટવીટી માટેની વિવિધ રાઈડના ટિકીટના દર અને સમયમર્યાદા અંગેનો ઠરાવ મંજુર કરવામાં આવેલ આ ઉપરાંત વૃક્ષારોપણના કામનો ઠરાવ તથા માર્ગના નામકરણ સહિતના ઠરાવોને મંજુરી આપવામાં હતી. જ્યારે શા†ીનગરથી આરટીઓ સર્કલ થઈ દેસાઈનદગર સુધી તથા આરટીઓ સર્કલથી જ્વેલ્સ સર્કલ તરફ ફલાઈ ઓવર થતા સર્વીસ રોડ બનાવવા વધારાની લગત મિલકત ધારકો પાસેથી માલિકીની જગ્યા સંપાદન કરવા અંગેનો ઠરાવ પણ આજની સભામાં રજુ થયો છે. અને તે અંગે આ લખાય છે ત્યા સુધી ચર્ચાઓ શરૂ રહેવા પામી છે.