નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આ વર્ષમાં કુલ ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેમટફોર્મ X પર શેર કરી હતી. જેમાં વિભાગે જણાવ્યું હતું કે, આ પહેલી વાર છે જ્યારે દેશમાં એક જ આકારણી વર્ષમાં ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાત છે.
આવકવેરા વિભાગે કહ્યું હતું કે આ આવકવેરા વિભાગની એક મોટી સિદ્ધિ છે. આ પ્રથમ વખત છે જ્યાતરે વિભાગે આ હાંસલ કર્યું છે. આકારણી વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૭,૫૧,૬૦,૮૧૭ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાણા રાજ્યો પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે વેરો ભરનારા લોકોની સંખ્યાઆ ૧૦ કરોડને વટાવી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૦.૦૯ પાન કાર્ડ ધારકોએ આવકવેરો ચૂકવ્યો છે. જો કે, આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨ ડિસેમ્બડર, ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૭૬ કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા, જે હવે ૮ કરોડને વટાવી ગયા છે.