અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકાર આ કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવવાની હતી હવે તેની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા તેની તસવીર શેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેમણે કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.