ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આરઆરઆર’ફેમ જુનિયર એનટીઆર તેના પરિવાર સાથે છેલ્લા એક અઠવાડીયાથી જાપાનના પ્રવાસે હતો. ગઈકાલે આવેલા જાપાનમાં 7.6 ના ભૂકંપથી જુનિયર એનટીઆર અને તેના પરિવારનો બચાવ થયો હતો. તે ગઈકાલે 1 લી તારીખે જ જાપાન પાછો આવ્યો હતો.
જુનિયર એનટીઆરે એકસ (પૂર્વ ટવીટર) પર લખ્યું છે કે, જાપાનમાં આવેલા આ ભૂકંપથી તેને ઉંડો આઘાત લાગ્યો છે. અસરગ્રસ્તોને મારી સંવેદના ઉલ્લેખનીય છે કે એનટીઆર તેની પત્નિ લક્ષ્મી પ્રનાથી અને તેના બે સંતાનો અભય અને ભાર્ગવ સાથે નવુ વર્ષ ઉજવવા એક વીકથી જાપાન ગયો હતો.