વાઇબ્રન્ટ સમિટ પહેલા નવમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે પહોંચશે. 10મી વાઇબ્રન્ટ સમિટના ગ્લોબલ ટ્રેડ શૉમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. બાદમાં 10મી તારીખે સમિટની શરૂઆત કરવામાં આવશે.
સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિઘ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ 2019માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી.