ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા પાસે મિત્રોના ઝઘડામાં બે જૂથ વચ્ચે તલવાર, ધોકા સહિતના હથિયારો વડે મારામારી થતા ચાર થી પાંચ વ્યÂક્તને નાની મોટી ઈજા પહોંચે હતી. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે સામ સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા પાસે ગઈ કાલે રાÂત્રના સમયે મિત્રોના ઝઘડામાં અથડામણ થતા તલવાર, ધોકા સહિતના હથિયારો વડે થયેલી મારામારીમાં મહિલા સહિત પાંચ વ્યÂક્તને નાની-મોટી ઇજા થતા તમામને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામને રજા આપવામાં આવી હતી.
મારામારીની આ ઘટના અંગે ઠાકરદ્વારા મંદિર સામે રહેતા જીગર જયંતીભાઈ મકવાણા એ આજ વિસ્તારમાં રહેતા સુખાભાઈ રતિલાલ યાદવ, આશિષ સુખાભાઈ યાદવ, અનિલ અનંતભાઈ ચૌહાણ, વિશાલ અનંતભાઈ ચૌહાણ અને ચેતન હર્ષદભાઈ વાજા વિરુદ્ધ તેમના માસીના દીકરા દિપક ભરતભાઈ ગોહિલની સાથે આશિષ અને તેના પિતા સુખાભાઈ સહિતના ઝઘડો કરતી મારામારી કરતા હોય તેઓ વચ્ચે છોડાવવા માટે જતા અનિલ અનંતભાઈ ચૌહાણે તલવાર ના બે ઘા ઝીંકી લોહિયાળ ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે સુખાભાઈ રતિલાલ યાદવ એ રાહુલ જયંતીભાઈ મકવાણા, જીગર જયંતીભાઈ મકવાણા, લાલો ચંદુભાઈ ચુડાસમા અને રાહુલના માસીનો દીકરો દીપક વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રાહુલ તેના ભાઈબંધ સાથે ઝઘડો કરી ગાળો બોલતા હોય તેમણે રાહુલને તપારતા તે બાબતની દાઝ રાખી ઉપરોક્ત તમામે ગાળો દઈ ઝઘડો કરી ઢીકા પાટુ તેમજ લાકડાના ધોકા વડે માર મારી સુખાભાઈ તેમજ તેમના પત્ની, ભાભી અને આશિષ ને માર મારી નાની મોટી ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે બંને જૂથના મળી ૦૯ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.