કેન્સર એક એવી બીમારી છે, જેનું નામ સાંભળીને લોકો ચોકી જાય છે. એક વર્ષની અંદર જ કેન્સરથી પીડિત 9 લાખ લોકોના ભારતમાં મોત થયા છે. લેન્સેટના રિપોર્ટ અનુસાર આ આંકડો વર્ષ 2019નો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2019માં કેન્સરના 12 લાખ નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી 9.3 લાખ લોકોના કેન્સરથી મોત થયા છે.
‘ધ લાન્સેટ રીઝનલ હેલ્થ સાઉથઇસ્ટ એશિયા’ મેગેઝિનમાં તાજેતરમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. તપાસ કરનારાઓએ કહ્યું કે કેન્સરના વધતા કેસ અને તેનાથી થતા મોત મામલે એશિયામાં ચીન સૌથી આગળ છે. કોમ્યુનિસ્ટ દેશ ચીનમાં કેન્સરના સૌથી વધુ 48 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 27 લાખ લોકોના મોત થયા છે. જાપાનમાં કેન્સરના લગભગ 9 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 4.4 લાખ લોકોના મોત થયા છે. તપાસ કરનારાઓ અનુસાર 2019માં એશિયામાં કેન્સર જન સ્વાસ્થ્ય માટે મહત્ત્વનો ખતરો બન્યો, જ્યા તેના 94 લાખ નવા કેસ સામે આવ્યા અને 56 લાખ લોકોના મોત થયા છે. તપાસ કરનારાઓની ટીમમાં IIT કુરૂક્ષેત્ર અને AIIMS જોધપુર અને ભટિડાના તપાસ કરનાર પણ સામેલ હતા.
અધ્યયનમાં લખવામાં આવ્યું છે, ‘અમે 1990થી 2019 વચ્ચે એશિયાના 49 દેશમાં 29 પ્રકારના કેન્સરની અસ્થાઇ પેટર્નની તપાસ કરી છે.’ તપાસ કરનારાઓ અનુસાર એશિયામાં કેન્સરના સૌથી વધુ શ્વાસનળી, બ્રોન્કસ અને ફેફ્સામાં મળ્યું છે તેના 13 લાખ કેસ સામે આવ્યા છે અને 12 લાખ લોકોના મોત થયા છે.
પુરૂષોમાં આ અંગોના કેન્સરના વધારે કેસ મળ્યા છે. તપાસકરનારાઓએ જણાવ્યું કે મહિલાઓમાં ખાસ કરીને ગર્ભાશયના કેન્સરના કેસ બીજા નંબર પર અને કેટલાક એશિયન દેશમાં ટોપ પાંચમાં રહ્યાં છે. 2006માં સામે આવ્યું ‘હ્યૂમન પેપિલોમાવાયરસ’ (એચપીવી) રસી બીમારીને રોકવા અને એચપીવી સંબંધિત મોતને ઓછું કરવામાં પ્રભાવી સાબિત થયું છે.
ધ્રૂમ્રપાન, દારૂ પીવુ અને પ્રદૂષણ કણ કેન્સર માટે જવાબદાર 34 કારણમાં મુખ્ય જોવા મળ્યા છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે, ‘એશિયામાં વધતા વાયુ પ્રદૂષણને કારણે કેન્સરના કેસ ચિંતાજનક છે.’ તપાસ કરનાર અનુસાર ભારત, બાંગ્લાદેશ, નેપાળ જેવા દક્ષિણ એશિયન દેશમં ગુટખા, પાન મસાલાના રૂપમાં તમાકુનું સેવન ચિંતાનો વિષય છે, તેનાથી 2019માં વિશ્વભરમાં થતા કુલ મોતમાં ભારતમાં 32.9 ટકા મોત થયા છે અને હોઠ અને મોઢાના કેન્સરના 28.1 ટકા નવા કેસ સામે આવ્યા છે. અધ્યયન અનુસાર ‘મોઢાના કેન્સરના 50 ટકા કરતા વધુ કેસ તમાકુના સેવન સાથે જોડાયેલા છે, તાજેતરના દિવસોમાં ભારતમાં તેનું ચલણ વધ્યું છે.’