સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે.
4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે તારીખ 31 જાન્યુઆરી 2024માં રાત્રે 23:59 સુધી ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઇટ પર ઓફિશિયલ જાહેરાત મુકવામાં આવશે અને ગુરૂવારના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.