અયોધ્યામાં પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે. ત્યારે અયોધ્યામાં ભક્તોને આપવામાં આવનાર પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં અયોધ્યાની પવિત્ર સરિયું નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20 હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે.