મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અબ્દુલ સત્તાર પોતાના જન્મ દિવસની ઉજવણી દરમિયાન ભાન ભૂલ્યા હતા. જે જનતાએ તેમને વોટ આપી ચૂંટ્યા હતા તેમને જ કૂતરાની જેમ મારવા અને હાડકા તોડવાનો આદેશ આપ્યો હતો.
બુધવારે મોડી રાત્રે એકનાથ શિંદેના મંત્રી પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. ઘટનાના વીડિયોમાં મંત્રી બૂમો પાડી રહ્યા હતા. તે તેના હાથ ઊંચા કરી રહ્યો છે અને પોલીસને કહે છે કે, “તેમને કૂતરાની જેમ મારો. તેમને લઈ જાઓ અને લોકો પર લાકડીઓનો ઉપયોગ કરો. તેમને એટલો મારવો કે તેમના હાડકાં તૂટી જાય.” એમવીએના ઘટક કોંગ્રેસ અને શિવસેના-યુબીટીએ મંત્રીના આ શબ્દોનીતિકા કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શાસક સાથી શિવસેના સાથે સંકળાયેલા મંત્રીએ જન્મદિવસની ઉજવણી દરમિયાન પિત્તો ગુમાવ્યો હતો. લોકપ્રિય ‘લાવણી’ નૃત્યાંગના ગૌતમી પાટીલ અને તેના સાથીદારો તેમના જન્મદિવસના કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યા હતા. ત્યારે દર્શકોની ભીડ બેકાબૂ બની હતી. ત્યારે મંત્રીજીએ માઈક પર બૂમો પાડીને પોલીસને આ આદેશ આપ્યા હતા. તેમના આપેલા આદેશથી બધા જ ચોકી ગયા હતા. તેમના આવા આદેશને લઈને હોબાળો વધતા, સત્તારે ગુરુવારે સાંજે તેમના શબ્દો અને ભાષાની પસંદગી બદલ ખેદ વ્યક્ત કર્યો અને દાવો કર્યો કે પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ રહી છે.