રાજસ્થાનમાં શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પાસે જોધપુર -ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા મુસાફરો ડબ્બામાંથી કૂદી પડ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. માહિતી મળતા જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીએ એમ પણ કહ્યું કે શનિવારે સવારે પણ ટ્રેકનું સમારકામ ચાલુ હતું.