ન્યુયોર્કના મેયર એરિક એડમ અને આંતરરાષ્ટ્રીય મામલાના ઉપાયુક્ત દિલીપ ચૌહાણે ન્યુયોર્કમાં માતા રાનીની આરતી ઉતારી હતી. આ માતાની ચોકી શહેરના ગીતા મંદિરમાં આયોજીત કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં પંડિતે મેયર એરિક એડમ અને દિલીપ ચૌહાણનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટન પર મેયર એરિક એડમે કહ્યું હતું કે જો ન્યુયોર્ક શહેરમાં હિન્દુ સમુદાયને જોઈએ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તેમને ઉત્સવ ઉજવવા અને તેમની આધ્યાત્મિકતાને ઉપર ઉઠાવવાનો મોકો આપે છે. આ તકે દિલીપ ચૌહાણે કહ્યું હતું કે મેયર હિન્દુ સમુદાયને ખૂબજ પ્રેમ કરે છે તેમણે ન્યુયોર્કમાં દિવાળી પર્વને જોઈને સ્કુલોમાં રજા જાહેર કરી હતી.