Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનકોરિડોર માટે 100 % જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ

120.4 કિલોમીટર ગાર્ડર પાથરવામાં આવ્યું : 350 મીટર લાંબી પ્રથમ માઉન્ટેન ટનલનું કામ પૂર્ણ

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 13:04:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ કહ્યુ કે તેને ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં અમદાવાદ-મુંબઇ રેલ કોરિડોર માટે ભૂમિ અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ કરી લીધુ છે. અમદાવાદ-મુંબઇ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પરિયોજનાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
રૂ. 1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી પરંતુ જમીન સંપાદન સંબંધિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સરકાર 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાનું લક્ષ્ય છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર ભૂમિ અધિગ્રહણની જાણકારી આપતા કહ્યું કે પરિયોજના માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન અધિગ્રહણ કરી લેવામાં આવી છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે હાઇ સ્પીડ ધરાવતી રેલ લાઇનનું કામ ચાલી રહ્યું છે. NHSRCLએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા હતા જ્યારે 120.4 કિમીના ગર્ડર નાખવામાં આવ્યા છે અને 271 કિમી સુધી થાંભલાઓ લગાવવામાં આવ્યા છે. MHRC કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરત અને આણંદમાં શરૂ થયું છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
NHSRCL એ જણાવ્યું કે માત્ર 10 મહિનામાં ગુજરાતના વલસાડ જિલ્લાના જરોલી ગામ પાસે 12.6 મીટર વ્યાસ અને 350 મીટર લંબાઈની પ્રથમ ‘માઉન્ટેન ટનલ’નું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમજ આવા 28 માંથી 16 પુલનું બાંધકામ વિવિધ તબક્કામાં છે.
MAHSR કોરિડોર પરની 24 નદીઓમાંથી છ નદીઓ પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે, જેમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંધોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગનિયા (નવસારી જિલ્લો)નો સમાવેશ થાય છે. નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે.
ભારતની પ્રથમ સાત કિલોમીટર લાંબી દરિયાની નીચે રેલ્વે ટનલ પર કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ મહારાષ્ટ્રના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચેની 21 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ છે અને મુંબઈ એચએસઆર સ્ટેશનના નિર્માણ માટે ખોદકામનું કામ પણ શરૂ થઈ ગયું છે. NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી ખાતેના HSR સ્ટેશનો બાંધકામના વિવિધ તબક્કામાં છે.

Tags: bulet train projectindialand
Previous Post

માલદીવ્સમાં પ્રમુખ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

Next Post

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.