ગાંધીનગર ખાતે શરૂ થયેલા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન યોજાયેલા ટ્રેડ શોમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનનું મોડેલ રજૂ કર્યું છે. મુલાકાતે આવતાં લોકો સિમ્યુલેટરમાં બેસીને બુલેટ ટ્રેનનીમુસાફરીનો અનુભવ મેળવી શકે છે.
બુલેટ ટ્રેન 10 કોચની હશે અને ફર્સ્ટ ક્લાસમાં 15, બિઝનેસ ક્લાસમાં 55, સ્ટાન્ટર્ડ ક્લાસમાં 220 બેઠક હશે. શોમાં મુકાયેલા બુલેટ ટ્રેનનું મોડેલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોડેલમાં લોકો ડ્રાઈવરની કેબિન, કોચમાં પેસેન્જરોની સીટ સહિત અન્ય સુવિધાની માહિતી મેળવી શકે છે. તેની સાથે જ ત્યાં આવતા લોકોને એનએચએસઆરસીએલના અધિકારીઓ દ્વારા બુલેટ ટ્રેનની વિશેષતા સહિતની માહિતી પણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેની સાથે જ આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પહેલાથી જ જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હતું.