તેલંગાણાના હૈદરાબાદમાં એક પુત્રએ સાડી વડે પોતાની માતાનું ગળું દબાવી હત્યા કરી છે. આ ઘટના સોમવારના રોજ બની હતી. જણાવવામાં આવ્યું હતું કે 18 વર્ષનો પુત્ર તેની માતા પાસે પૈસા માંગવા આવ્યો હતો.
મહિલાએ તેના પુત્રને પૈસા આપવાની ના પાડી. આ પછી પુત્ર માતાને મારવા લાગ્યો હતો. તેણે તેની માતાને ઉપરાછાપરી અનેક વાર તમાચા ઝીંકી દીધા હતા. આ પછી માતાની જ સાડી વડે માતાનું ગળું દબાવી દીધું હતું. ગળુ દબાવી દેતા માતા જમીન પર ઢળી પડતા મૃત્યુ પામી હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકો વીડિયો બનાવતા રહ્યા પણ કોઈએ યુવકને રોકવાનો કે માતાને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. મૃતક મહિલાની ઓળખ સુગનમા તરીકે થઈ છે. તે તેના પુત્ર શિવકુમાર સાથે રંગારેડ્ડી જિલ્લાના શાદનગરના કેશમપેટમાં રહેતી હતી. પોલીસે સ્થાનિક લોકોની ફરિયાદ પર મંગળવારે કેસ નોંધ્યો હતો.