ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવશે એટલે આજે શહેરના ભરતનગરમાં શાકમાર્કેટમાં રાઉન્ડ લઇ સપાટો બોલાવ્યો હતો. કોમન પ્લોટમાં શેડ બનાવી ર્પાકિંગ કરાતા અર્ટિકા કારને લોક કરી શેડ હટાવ્યા બાદ જ પેન્લટી વસૂલી લોક ખોલી આપવા શરત મુકી હતી.
શાક માર્કેટમાંથી અલંગનું શીપનું બાથરૂમ, ૧ કેબિન, ૮ લારી, ૧ સાયકલ, ૨૦ ડબા, ૬ કેરેટ, ૬ ખાટલા જપ્ત કરેલ. જયારે ૮ શેડ દૂર કર્યા હતા, ૩ વાહનને લોક મારેલ. ઉપરાંત અખિલેશ સર્કલના આંગણવાડી પાસે ગેરકાયદે ખડકાયેલા ૩ કેબિન જપ્ત કર્યા હતા.