ગુજરાતના પાટનગરમાં નિર્માણ પામેલા ગીફટ સીટીમાં દારૂબંધીની નીતિમાં છુટછાટ આપવાની જાહેરાત બાદ હવે તેનો અમલ શરૂ થઇ ગયો છે. એક કલબ તથા એક હોટલને દારૂ પીરસવાની છુટ આપવામાં આવી છે. આ કલબ- બોટલમાં આવતા લોકોને દારૂ પીરસી શકાશે.
ગીફટ સીટીમાં આવેલી હોટલ ગ્રાંડ મર્કયુરી તથા ગીફટ સીટી કલબને આ ‘વાઇડ એન્ડ ડાઇન’ની છુટ્ટ આપવામાં આવી છે. અને તે માટે એફએલ-3 લાયસન્સ મંજુર કરવામાં આવ્યા છે. ગીફટ સીટીના મેનેજીંગ ડાયરેકટર તપન રે દ્વારા આ સત્તાવાર ઘોષણ કરવામાં આવી હતી તેમણે કહ્યું કે બે અરજી થઇ હતી અને કમીટી દ્વારા બંનેને નિયમોને આધીન મંજુરી આપી દેવામાં આવી છે.
બંને સ્થળોએ નિશ્ચિત થગ્યાએ જ વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકોર ગત ડિસેમ્બરમાં જ ગીફટ સીટીમાં દારૂબંધીના નિયમોમાં છુટછાટ આપી હતી.