ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાંથી ઘોઘા રોડ પોલીસે વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટાફ ગત રાÂત્રના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના બોરડી ગેટ, મહાત્મા ગાંધી કોલોનીમાં આવેલ ટી.પી.એમ.વાળી ગલીમાંથી વિદેશી દારૂની ૧૦૭ બોટલ, કિં. રૂ.૩૭,૮૦૦ ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી.
ઘોઘારોડ પોલીસે વિદેશી દારૂ તેમજ રીક્ષા મળી કુલ રૂ.૧,૩૭,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ રીક્ષાના ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.