પોરબંદરથી જૂનાગઢ પ્રવાસમાં આવેલી એક વિદ્યાર્થિનીનું ફનવર્લ્ડમાં આકસ્મિક મોત નિપજતા ચકચાર મચી છે. શાળાના વિદ્યાર્થીઓ સૂરજ ફન વર્લ્ડમાં વિવિધ રાઈડની મજા માણી રહ્યા હતા ત્યારે જ એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાપોદર ગામેથી 41 બાળકો પ્રવાસમાં આવ્યા હતા. શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થતા તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





