મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સોમવારે મળેલી એક્ઝીક્યુટીવ કાઉન્સીલની બેઠકમાં એજન્ડા મુજબ ૨૫ અને અધ્યક્ષ સ્થાનેથી ૧૦ મુદ્દા મળી કુલ ૩૫ બાબતોને લઇ ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં ૨૨ જાન્યુ.એ યુનિવર્સિટી દ્વારા ‘રામોત્સવ’ અને મહાઆરતીનો કાર્યક્રમ કરવા સહિત વિદ્યાર્થીઓને નવા આઇકાર્ડ આપવા તથા એક્ટર્નલના નવા એડમીશન માટે સરકારમાં અરજી કરવાની મંજૂરી આપવા સહિતના ર્નિણયો લેવાયા હતાં.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સીલની એક મિટીંગનું આયોજન ગુરુવારે કાર્યકારી કુલપતિની અધ્યક્ષતામાં થયેલ જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને તેઓના પરિવારજનો માટે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે તદ્દન રાહતદરે લેબોરેટરીની સુવિધા આપવાનો ર્નિણય કરવામાં આવ્યો, યુનિવર્સિટી કોલેજ અને ભવનોના વિદ્યાર્થીઓને હવેથી નવી ટેકનોલોજી વાળા નવા આઇકાર્ડ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો, રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન, કૃષિ યુનિવર્સિટી દાંતિવાડા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એસ.એસ.આઇ.પી. પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા એમઓયુ કરવા ડો.આઇ.આર. ગઢવીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી, બાહ્ય અભ્યાસક્રમના નવા પ્રવેશો શરૂ કરવા માટે સરકારમાં અરજી કરવાની પ્રક્રિયાને લીલીઝંડી આપવામાં આવી, ફાયનાન્સ કમિટીની મીનીટ્સ મંજૂર કરવામાં આવી હતી તથા સમગ્ર દેશ જ્યારે તા.૨૨ના રોજ રામોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની માફક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પણ તા.૨૨ના રોજ રામોત્સવ અંતર્ગત જાહેર કાર્યક્રમનું આયોજન કરશે જેમાં ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર દ્વારા મર્યાદા પુરૂષોત્તમ રામના જીવન કર્તવ્યોની પ્રસ્તુતિ સાથે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાની સાથે મહાઆરતીનો જાહેર કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત કુલ મળી ૩૫ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી ર્નિણયો લેવાયા હતાં.
દુર્ગાવાહિની બહેનો દ્વારા મંદીરોમાં રંગોળીનું સર્જન
આગામી ૨૨ જાન્યુઆરીના દિવસે ભગવાન રામનો અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર એક અનોખો યાદગાર દિવસ તરીકે થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરની દુર્ગાવાહિની બહેનો દ્વારા આ ૨૨મી જાન્યુઆરીના દિવસે રામ ઉત્સવને લઈને શહેરોની અંદર દરેક મંદિરોની અંદર અલગ અલગ પ્રકારની રંગબેરંગી આકર્ષિત રંગોળીઓ દુર્ગાવાહીની બહેનો દ્વારા દોરવામાં આવી રહી છે આ રંગોળીઓ દરેક મંદિરોની અંદર આકર્ષણ સાથે આસ્થાનું કેન્દ્ર બની રહી છે.
ખડપીઠના રામજી મંદિરે ૨૨મીએ મહાઆરતી
ભગવાન રામ જન્મ સ્થળ વર્ષોના સંઘર્ષ બાદ નીજ રામ મંદિરમાં પુનઃ બિરાજી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભાવનગરની તમામ જ્ઞાતિના લોકો માટે ભીડભંજન મંદિરની સામે આવેલ ખડપીઠ સ્થિત રામજી મંદિરે તા.૨૨ને સોમવારે સાંજે ૬.૪૫ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. જેમાં દરેક જ્ઞાતિજનોને જાેડાવા આહવાન કરાયું છે. આવનારે આરતીની થાળી સાથે લઇને આવવા જણાવાયું છે.
રિક્ષા ચાલકો દ્વારા યોજાશે મહારેલી
અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બિરાજવા જઇ રહ્યા છે ત્યારે આ અવસરે ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઇવર એસો. દ્વારા તા.૨૧ને રવિવારે સવારે ૯.૧૫ કલાકથી ગોળીબાર હનુમાનજી મંદિર પાસે જવાહર મેદાનથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.