ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે આજે ચાવડી ગેટ અને કુંભારવાડામાં રાઉન્ડ લઈ અસ્થાયી પ્રકારના દબાણો હટાવી માલસામાન જપ્ત કર્યોે હતો. જેમાં સ્ટીલ કાઉન્ટર, બાકડો, ઘોડીયું, અનાજની બે ગુણ, વેક્સના પાંચ બોરા વિગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે શહેરના નવાપરામાં રોડ પર ટ્રાફીકને અડચણ રૂપ બને તે રીતે રાખીને જુના બાઈક અને સ્કુટરનો વેપલો કરાતો હોય આજે દબાણ સેલની ઝપટે ચડી ગયેલ અને ૧૦ થી વધુ ટુ વ્હીલ વાહનો જપ્ત લેવાયા હતા. જેના પગલે દુકાનદારોએ વિરોધ કર્યો હતો. અને મામલો ગરમાયો હતો. જા કે મ્યુ કમિશ્નર ઉપાધ્યાયની સીધી સુચના તળે કામ કરતા દબાણ હટાવ સેલે નમતુ જાખ્યુ ન હતું.