Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

ભારતીય મહિલા ટીમ શ્રીલંકાને હરાવી 8મી વાર એશિયા કપ ચેમ્પિયન બની

dharmendravaghela by dharmendravaghela
2026-09-14 11:54:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય મહિલા ટીમે એશિયા કપ ખિતાબ જીત્યા બાદ મોહસિન નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા પુરુષ એશિયા કપમાં પણ ભારતે નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો.રવિવારે ભારતે દુબઇમાં યોજાયેલા ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 72 રનથી હરાવીને 8મી વાર એશિયા કપ જીત્યો. ત્યારબાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં શ્રીલંકન ટીમની કેપ્ટને નકવી પાસેથી ઉપવિજેતા ટ્રોફી અને ચેક લીધો. પરંતુ, ભારતીય ટીમ સ્ટેજ પર ન આવી. અહીં જ પ્રેઝન્ટેશન સેરેમની પૂરી કરી દેવામાં આવી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રી પણ છે. તેમણે ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ કારણથી 2025માં ભારતીય પુરુષ ટીમે તેમના હાથથી ટ્રોફી લીધી ન હતી. ભારતીય મહિલા ટીમે પણ તે જ સ્ટેન્ડ પર કાયમ રહેતા નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો.મેચ પૂરો થતાં જ ટ્રોફીને લઈને સસ્પેન્સ બનવા લાગ્યું હતું. પ્રેઝન્ટેશન સેરેમની પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ભારતીય ખેલાડીઓ સાથે વાત કરતા નજરે પડ્યા.
ભારતે વુમન્સ એશિયા કપનું ટાઇટલ આઠમી વાર જીતી લીધું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રનથી હરાવ્યું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શેફાલી વર્માએ 68 અને સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. બોલિંગમાં શ્રીમચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી.

Tags: asia cup trophyDubaiharmanpreet kaurnaqvi
Previous Post

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો

Next Post

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.