Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

ઢાકા દ્વિપક્ષીય વાતચીત દ્વારા નવી દિલ્હીની સાથે નવા સંબંધો તરફ વધવા માંગે છે: હુમાયૂં કબીર

dharmendravaghela by dharmendravaghela
2026-09-14 11:57:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશે રવિવારે કહ્યું કે તે ભારતની સાથે પોતાના સંબંધોને સુધારો (‘રિસેટ’) કરવા માંગે છે અને પરસ્પર હિતોના આધારે નવા દ્વિપક્ષીય જોડાણની દિશામાં આગળ વધવા માંગે છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના રાજ્ય મંત્રી હુમાયૂં કબીરે શેખ હસીનાના પ્રધાનમંત્રી રહેવા દરમ્યાન ભારત-બાંગ્લાદેશના સંબંધોને અસહજ ગણાવ્યા. તેમણે કહ્યું કે ઢાકા દ્વિપક્ષીય વાતચીત દ્વારા નવી દિલ્હીની સાથે નવા સંબંધો તરફ વધવા માંગે છે.
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશે બે દિવસ પહેલાં કહ્યું હતું કે વડાપ્રધાન તારિક રહેમાન બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે નહીં, કારણ કે તેમને વ્યક્તિગત રીતે આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા ન હતા અને નિમંત્રણ BIMSTEC ના અધ્યક્ષને આપવામાં આવ્યું હતું. બે દિવસીય બ્રિક્સ શિખર સંમેલન રવિવારે સમાપ્ત થયું. ભારતે રહેમાનને BIMSTEC ના અધ્યક્ષ તરીકે તેમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા, જ્યારે એક અલગ દ્વિપક્ષીય નિમંત્રણ ફેબ્રુઆરીથી જ અસ્તિત્વમાં હતું.
કબીરે પત્રકારોને કહ્યું,’અમે એક નવા સંબંધ તરફ આગળ વધવા માંગીએ છીએ, જે બહુપક્ષીય મંચ દ્વારા નહીં, પરંતુ દ્વિપક્ષીય વાતચીત દ્વારા થવું જોઇએ.’ તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશે ભારતને લઇને આગળ વધવા અને નવી દિલ્હી સાથે સંબંધોને સંતુલિત રીતે જોવા જરુરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે પરસ્પર સંબંધો પર ધ્યાન આપવું જોઇએ અને ભારતની સાથે સંબંધોને બીજા દેશોની સાથે પોતાના વ્યાપક જોડાણના ભાગ તરીકે જોવું જોઇએ. તેમણે કહ્યું, ‘આપણે ભારતના આકર્ષણમાંથી બહાર નીકળવું પડશે. ભારત ફક્ત એક દેશ છે અને બાંગ્લાદેશ તેની સાથે સારા દ્વિપક્ષીય સંબંધો ઈચ્છે છે.’ એક પ્રશ્નના જવાબમાં કબીરે કહ્યું, ‘ભારતમાં નાસ્તો, ભારતમાં બપોરનું ભોજન, ભારતમાં રાત્રે ભોજન તો પછી તમે તમારું ભોજન ક્યારે ખાશો?’

Tags: sheikh hasina
Previous Post

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

Next Post

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો

September 14, 2026
Next Post
હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.