રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે નવું ભારત ઉભું થઈને રહેશે, આજનો કાર્યક્રમ તેનું પ્રતીક છે. ભાગવતે જણાવ્યું હતું કે જોશની વાતોમાં હોશની વાતો કરવાનું કામ મને સોંપવામાં આવે છે. આજે અયોધ્યામાં રામલલાની સાથે ભારતનો સ્વર પરત આવ્યો છે. પૂરા વિશ્ર્વને કરુણતાથી રાહત આપવાનો એક નવું ભારત ઉભું થઈને રહેશે. આજનો કાર્યક્રમ તેનું પ્રતીક છે.
જોશની વાતોમાં હોશની વાતો કરવાનું કામ મને સોંપવામાં આવે છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે પીએમને જેટલા કઠોર વ્રત કરવાનું કહેવામાં આવ્યું હતુંં, તેમણે તેનાથી પણ વધુ કઠોર વ્રત કયુર્ં હતું તેઓ તપસ્વી છે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આજે રામલલા ફરીથી આવ્યા છે. પાંચસો વરસ બાદ બાદ જેમના ત્યાગ, તપસ્યા, પ્રયાસોથી આજે આપણે આ સ્વર્ણ દિવસ જોઈ રહ્યા છીએ, તેમના પ્રયાસોને કોટી કોટી વંદન.
આ યુગમાં આજે હું રામલલાના ફરી પરત આવવાનો ઈતિહાસ જે જે સ્મરણ હશે તે રાષ્ટ્ર માટે હશે. રાષ્ટ્રનું બધું દુ:ખ હરાઈ જશે. આવું ઈતિહાસનું સામર્થ્ય છે. આપણા માટે કર્તવ્યનો આદેશ પણ છે વડાપ્રધાને તપ કયુર્ં હવે આપણે પણ તપ કરવાનું છે. રામ રાજય કેવું હતું તે આપણે યાદ રાખવું પડશે. ભાગવતે જણાવ્યું હતું કે આપણે સારો વ્યવહાર રાખવા તપ-આચરણ કરવું પડશે, આપણે બધા કલેહને વિદાય આપવી પડશે. નાના નાના વિવાદ રહે છે તેને લઈને લડાઈની આદત છોડવી પડશે. આપણે સમન્વયથી ચાલવું પડશે. અમે બધાને માટે છીએ, સત્ય-કરુણાનું આચરણ કરવું પડશે.