અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો હતો. હિન્દુઓના ભગવાનના મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમિત બન્યા છે. તેઓના સતાકાળમાં જ રામમંદિરના કાનૂની કેસનો ચુકાદો આવ્યો હતો ત્યારબાદ તેઓએ જ ભવ્ય રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 2020માં કર્યુ હતું અને હવે તેઓ દ્વારા જ 2024 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂજન દરમ્યાન ભગવાન શ્રીરામને દંડવત નમન કર્યા હતા. આ પુર્વે 2022માં પણ તેઓએ ભૂમિપૂજન વખતે દંડવત પ્રણામ કરીને વ્હેલીતકે મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો જે આજે સાકાર બન્યો છે.