ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે જામીન આપ્યાં છે. આજ રોજ ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરાશે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જ્જ એન.આર. જોશી કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યાં છે. જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાનાની હદમાં પ્રવેશવું નહિ એ શરતે જામીન મંજૂર આપવામાં આવ્યા છે.
જામીન તો મળ્યા, પરંતુ હજુ મુશ્કેલી ઓછી થઈ નથી. રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ સુરેશ.કે.જોશીની દલિલને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજુર કર્યા છે. કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતો મુકી છે કે તેઓ ટ્રાયલ પુરો ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ. તેઓ નાસી કે ભાગી શકશે નહિ અને ટ્રાયલમાં પુરતો સાથ આપવો પડશે ચૈતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહિ.