અમેરિકામાં ફરી ફાયરીંગની ઘટના બની છે, શિકાગો પાસે બે અલગ-અલગ મકાનોમાં થયેલા ગોળીબારમાં લગભગ 7 લોકોના મોત થયા છે. પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ગોળીબાર ઇલિનોઇસના જોલિએટમાં વેસ્ટ એકર્સ રોડના 2200 બ્લોકમાં થયો હતો.
ગોળીબાર કરનારો આરોપી હાલ પોલીસની પકડથી બહાર છે. તેની ઓળખ રોમિયો નાન્સ તરીકે થઈ છે.જોલિયટ પોલીસ ચીફે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે ઘરોમાં કુલ સાત લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં શંકાસ્પદ 23 વર્ષીય નાન્સ આ ઘરોની નજીક રહેતો હતો.