‘માનનીય અડવાણીજી જ્યારે રામ રથયાત્રા લઈને નિકળ્યા હતા અને ગુજરાત આવ્યા ત્યારે મનમાં ભાવ થયો હતો કે રામમંદિર બનવું જાઈએ. આ માટે તન, મન, ધનથી તો સહયોગ ખરો જ પરંતુ સંકલ્પ શÂક્ત પણ કામે લગાડવી રહી. આ સાથે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને અને રામલલા બિરાજમાન થાય ત્યારે જ હું હવે મિઠાઈ ખાઈશ.’ મંગળવારે ભાવનગર લોકસભા ચૂંટણીના ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આ વાત કરતા ભાવુક થઈ ગયા હતા.
અયોધ્યામાં રામમંદિર બને અને રામલલા તેમાં બિરાજમાન થાય આ ભાવના સમગ્ર હિન્દુની હતી. આખરે ૨૨ જાન્યુઆરીએ આ સંકલ્પ સિધ્ધ થયો. આ રામમંદિરના નિર્માણમાં હજારો લોકોની આસ્થા, શ્રધ્ધા, મહેનત અને સંકલ્પ જાડાયેલા છે. આ પૈકી પૂર્વ શિક્ષણમંત્રી અને લોકસભા ક્લસ્ટરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એક છે. ૧૯૯૦માં તેમણે રામમંદિર નિર્માણ થાય તે માટે મિઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૨૨ જાન્યુઆરીએ આ મંદિરમાં રામલલાની આરૂઢ થયા ત્યારે તેમનો આ સંકલ્પ પુરો થયો હતો.
મંગળવારે તેઓ ભાવનગર ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપÂસ્થત હતા ત્યારે તેમની આ પ્રતિજ્ઞા ભાજપ લોકસભા બેઠકના પ્રભારી બ્રિજેશ મેરજાના હસ્તે મિઠાઈ ખાઈને પુરી કરી હતી.
આ પ્રસંગે ભાજપ અગ્રણી ભરતસિંહ ગોહિલ તથા સી.પી. સરવૈયા પણ ઉપÂસ્થત હતા. તેમણે પણ ભૂપેન્દ્રસિંહને મો મિઠું કરાવી રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.