સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન દિલ્હી ખાતે ‘વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે કર્તવ્ય પથ પર પરેડ યોજવામાં આવી હતી. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના કચ્છની ધોરડોની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું.
ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ધોરડોનો ટેબ્લો કર્તવ્યપથ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો…જેમાં ટ્રેડિશન,ટુરીઝમ અને ટેકનોલોજી એમ ત્રણ મહત્વની થીમનો સંયોગ દર્શાવવામાં આવ્યો છે. આ પરેડમાં ગુજરાતની ઝાંખી જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં રિએક્શન રીસતર બદલાઈ ગયા.