જુનાગઢ પોલીસનો તોડકાંડ મામલો સામે આવ્યો છે. જુનાગઢ SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ મંડળીએ વેપારીના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે લાંચ માંગી હતી. ડીજીપી વિકાસ સહાયે જટીલ કેસ હોવાથી એટીએસને તપાસ સોંપી છે.
એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરાળાના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ED માં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગેરકાયદેસર મંડળી રચવા બાબત IPC કલમ 167, 467 સહિતની ફરિયાદ નોંધાવામાં આવી છે.તાજેતરમાં SOG PI ગોહિલ અને ASI જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કેરેલાના વેપારીએ જૂનાગઢ રેન્જ આઈ.જી નો સંપર્ક કરીને ત્રણેય પોલીસ અધિકારીઓ સામે પોતાની અરજી દાખલ કરી હતી. માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા બેંક એકાઉન્ટોની વિગતો એસઓજીને આપવામાં આવતી હતી. આ બેંક એકાઉન્ટ મામલે તપાસ કરવા એસઓજીને રજૂઆત કરવામાં આવી હતી. રેન્જ આઈજીએ સમગ્ર મામલે તપાસ કરી તાત્કાલિક એસઓજી અરવિંદ ગોહિલ અને દીપક જાનીને ફરજ પરથી દૂર કર્યા છે.