સુરત શહેરમાં ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ જોતાં લાગી રહ્યું છે કે પોલીસનો કોઈને ડર રહ્યો નથી. હવે સુરતમાં ક્રાઇમ સાથે ગેરપ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે. સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલનાં દરોડા પડ્યા હતા અને 35થી વધુ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં સાબિર નામનો ઈસમ આ ક્લબ ચલાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ પી. આઈ. બ્રહ્મભટ્ટ અને કેશિયર ચેતન સિંહ સમગ્ર હકીકત જાણતા હોવા છતાં પણ અજાણ બની ફરતા હતા. કેશિયર દ્વારા જુગારધામ ચલાવવા માટે મસમોટું કવર મળતું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સાબિરની ક્લબ પર દરોડા પાડી 35 મોબાઈલ ફોન, 7 બાઈક અને રૂપિયા 2.85 રોકડ મળી કુલ રૂ. 7.18 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મુદામાલ સાથે જુગાર રમી રહેલા 39 જેટલા જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. SMC એ રેડ કરતા સ્થાનિક લાલગેટ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.