તાજેતરમાં જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યક્ષાની ઉજવણી થઈ જેમા ભાવનગરનાં ફાયર ઓફિસર દીપક જાનીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પ્રસશતી પત્ર આપી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ફાયર ઓફિસર અને દબાણ હટાવ સેલમાં તત્કાલીન સમયે નમૂનેદાર કામગીરી કરનાર દીપક જાની હાલ જૂનાગઢ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર છે.
જૂનાગઢ ખાતે શિવરાત્રી તથા ભારે પુરની વિકટ પરિÂસ્થતિ દરમિયાન ૨૦૦ થી વધુ માનવ જિંદગી અને ૮૦થી વધુ પશુઓને તથા નવ વાહનોને બચાવ્યા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જુનાગઢ ફાયર ટીમ વતી દીપક જાનીને શોલ ઓઢાડીને તથા પ્રસસ્તી પત્ર અને ટ્રોફી આપીને સન્માન કરી કામગીરીને બિરદાવી હતી. જૂનાગઢમાં ગત ચોમાસામાં આવેલા ભારે અને વિનાશક પૂરમાં ફાયર ટીમની કામગીરી નોંધપાત્ર રહી હતી ત્યારે રાજ્યકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણીમાં તેની ખાસ નોંધ લેવાઈ હતી.
મૂળ ભાવનગરના જ અને ભાવ. કોર્પોરેશનના પગારદાર કર્મચારી જૂનાગઢમાં ડેપ્યુટેશન પર છે. ભાવનગરમાં અધિકારીઓની ઘટ છતાં દીપક જાનીને જૂનાગઢ મોકલાતા સવાલો થઈ રહ્યા છે, કાબેલ અને કાર્યદક્ષ અધિકારીઓની ભાવનગર કોર્પોરેશનમાં તાતી જરૂરિયાત છે પરંતુ નિમ્ન કક્ષાનું રાજકારણ આમાં જવાબદાર હોવાનુ કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.