ઝારખંડમાં જમીન કૌભાંડમાં સંડોવણી મુદ્દે આખરે હેમંત સોરેને રાજીનામું આપ્યા પછી નવા મુખ્ય પ્રધાનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. નવા મુખ્ય પ્રધાન તરીકે ‘સરપ્રાઈઝ સીએમ’નું નામ જાહેર કર્યું છે. તેઓ ન તો હેમંત સોરેનના પરિવારના છે, તેથી ચંપઈ સોરેનનું જાહેર થવાથી રાજકીય નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા. 2019માં હેમંત સોરેન ફરી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ચંપઈ સોરેનને પરિવહન ખાતાના પ્રધાન બનાવ્યા હતા. એની સાથે અન્ય ખાતાની પણ ફાળવણી કરી હતી.
ચંપઈ સોરેનની તો સરાયકેલા-ખરસાવા જિલ્લાના જિલિંગગોડા ગામના રહેવાસી છે. પિતાનું નામ સિમલ સોરેન છે, જે ખેતીવાડીનો વ્યવસાય કરે છે. ચંપઈના ચાર દીકરા અને ત્રણ દીકરી છે. દસમા સુધી ભણેલા ચંપઈ સોરેનની અલગ રાજ્યની માગણી મુદ્દે મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું કહેવાય છે. બિહારથી અલગ થઈને ઝારખંડના આંદોલનમાં શિબુ સોરેન સાથે ચંપઈ ભાગ લીધો હતો. આ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકાને કારણે તેમને ઝારખંડ ટાઈગર તરીકે જાણીતા બન્યા હતા. ત્યારબાદ ચંપઈ સોરેન પોતાની સરાયકેલા સીટ પરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ ચંપઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચામાં સામેલ થયા હતા.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપના નેતા અર્જુન મુંડાની બે વર્ષ અને 129 દિવસની સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવ્યા હતા, જ્યારે મહત્ત્વનું ખાતું આપ્યું હતું. ચંપઈ 11 સપ્ટેમ્બર 2010થી 18 જાન્યુઆરી 2013 સુધી પ્રધાન હતા. એના પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું અને પછી હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં ચંપઈ સોરેનને પરિવહન પ્રધાન બનાવ્યા હતા. એ જ રીતે 2019માં ફરી એક વખત હેમંત સોરેન મુખ્ય પ્રધાન બન્યા પછી તેમને પરિવહન સહિત અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના કલ્યાણ પ્રધાન બનાવ્યા હતા. ઝામુમોના ઉપપ્રમુખ પણ છે અને આજે વિધાનમંડળ પક્ષના નેતા બનાવ્યા છે અને હવે મુખ્ય પ્રધાનનું પદ મળ્યું છે.