આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024-25નું બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ છે, કારણ કે એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. નવી સરકાર સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
નવી સરકાર આવે અને સંપૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી વચગાળાનું બજેટ વર્તમાન સરકારને દેશ ચલાવવા માટે નાણાં પ્રદાન કરે છે. આ બજેટમાં કોઈ મોટી જાહેરાતો અપેક્ષા નથી. નાણામંત્રી સીતારમણે આ અંગે સંકેતો આપી દીધા છે.વચગાળાના બજેટમાં, સરકારને મતદારો પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા કોઈ મોટા નીતિગત ફેરફારો કરવાની મંજૂરી નથી. જો કે, બંધારણ સરકારને વચગાળાના બજેટમાં કર વ્યવસ્થામાં ફેરફાર કરવાની સત્તા આપે છે. 2019ના વચગાળાના બજેટમાં પણ સરકારે 87A હેઠળ આવકવેરામાં છૂટ આપી હતી. તેના કારણે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ ગઈ છે.
નાણા મંત્રાલયથી બહાર આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સમગ્ર બજેટ ટીમ સાથે ફોટો સેશન કર્યું હતું.