ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી જેમાં ગાંધીધામના બે જાણીતા ઉદ્યોગપતિઓ બાબુ હુંબલ અને દિનેશ ગુપ્તા, ઉપરાંત મહેશ ગુપ્તા અને સુરેશ ગુપ્તાને રડાર પર લઇ, બાબુ હુંબલના શ્રીરામ સોલ્ટ અને દિનેશ ગુપ્તાના કિરણ રોડલાઇન્સ નામની પેઢીઓ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઉપરાંત ૨૬થી વધારે સ્થાનોમાં આયકર વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે વીસેક જેટલી વિવિધ ટુકડીઓ દરોડા અને સર્વેની કામગીરીમાં જોતરાતાં કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કચ્છમાં સ્થિત અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ આઈટીની કાર્યવાહી થઈ શકે છે તેવા અહેવાલોના લીધે કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાથીઓ દોડતા થયા છે.ગુરુવારની વહેલી સવારથી શરૂ થયેલી આવકવેરા ખાતાની
અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ અથવા રાજકોટથી આવેલી ટુકડી દ્વારા પૂર્વ કચ્છના વ્યવસાયીઓનાં સ્થાનો પર સર્ચ આદરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની કાર્યવાહીનો દોર રણપ્રદેશ કચ્છ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.