ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓજેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા હતા. તા. ૧૨મી ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું.
ગુરૂવાર સવારે વર્ષાબેને જેલમાં જઈ જેલરને કોર્ટનો ઓર્ડર આપતાં તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. લોકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.