આજે નાણમંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો લઈને આવે તેવી સંભાવના છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષિત ભારત 2047નું આહવાન કર્યું છે. આ આહવાનને અનુરુપ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યું છે. એ રોડમેપના આધારે બજેટની રજૂઆત થવાની છે અને એમા ગરીબો, યુવાનો, નારીશક્તી અને અન્નદાતાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ખાતા માટે મહત્ત્મ જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું વધુ જોગવાઈવાળું બજેટ હશે.
કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરવાના મુડમાં જોવા મળી રહ્યા છે. કનુ દેસાઈ આવ્યા ત્યારે તેમણે રોકાઈ રહેવાની ફરજ પડી હતી અને બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, અગાઉથી રજા લઈને કામ હોવાથી ગયા છે.