સંગીતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, ગ્રેમી એવોર્ડ્સ માટે ચાહકો રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે, 66મા ગ્રેમી એવોર્ડ્સ 2024નું આયોજન 5મી ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે કરવામાં આવ્યું છે. લોસ એન્જલસમાં ગ્રેમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
સિંગર્સ ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ આ વર્ષે ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા છે. ભારતીય સંગીતકારોએ પણ ગ્રેમી એવોર્ડ 2024માં પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતીય ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ એવોર્ડ જીત્યો હતો. જ્યારે સિંગર માઈલી સાયરસ તેની કારકિર્દીનો પહેલો ગ્રેમી જીત્યો હતો. SZA આ વર્ષના નામાંકન પર પ્રભુત્વ ધરાવે છે, જે 9 નામાંકન સાથે ટોચ પર છે. સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે યુનાઇટેડ સ્ટેટ્સની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા કલાકારોને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવે છે.