કચ્છમાં કોરીક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઇ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વનવિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઇ વિસ્તારમાં વનવિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી હતી.
ડોલ્ફીન એક સંવેદનશીલ જળચર છે અને તે મનુષ્ય તરફથી મળતા સંકેતો સહેલાઈથી અને ઝડપથી સમજી શકે છે. કચ્છમાં મુખ્યત્વે humpback ડોલ્ફિન જોવા મળે છે.
આ અગાઉ દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જે મુજબ ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ 371 જેટલી ડોલ્ફિનમાંથી 235 ડોલ્ફિન ઓખા અને કચ્છના અખાતમાં જોવા મળે છે. 63 ટકા જેટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા મળે છે.