રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાવ્યા બાદ પણ 7 જેટલી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક ન થતાં કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. 7 યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂક કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તેમજ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે રાજ્યની 200 જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય પણ નીમવામાં આવ્યા નથી.
આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાવી સ્ટેટ યુનિવર્સિટી એક્ટને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતા રાજ્યની સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવામાં આવી નથી. સાત યુનિવર્સિટી એટલા માટે કહુ છું કે જેમાં વર્ષ, દોઢ વર્ષનો સમય વીતી જાય સરકાર ત્યારે બહાનુ આપતી હતી કે, કુલપતિની નિમણૂંક એટલે નથી કરતા કે નવો એક્ટ લાવવામાં આવી રહ્યા છીએ અને એક્ટના આધારે નવી જોગવાઈ થશે. અને ત્યાર બાદ કુલપતિની નિમણૂંકો થશે. ત્યારે નવા એક્ટરને હવે 200 દિવસ વીતી ગયા તેમ છતાં પણ હજુ સુધી રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંક કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. અથવા તો સરકાર જાણી જોઈને સરકાર પોતાની મન મરજી મુજબના કુલપતિ ઉમેદવારો મળતા નથી એટલે સમગ્ર ખેલ ચાલી રહ્યો છે.