કચ્છના સામખીયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તિ સલમાન અઝહરી સામે ગુનો નોંધાયા બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ કોર્ટમાં મૌલાનાને રજૂ કરાતા કોર્ટ આસપાસ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જૂનાગઢના ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેનો કબજો લઈ ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૌલાનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.