મુંબઈમાં, શિવસેનાના નેતા અને ઉદ્ધવ જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરની ગુરુવારે રાત્રે ફેસબુક લાઈવ પર ચર્ચા દરમિયાન અભિષેકને ગોળી મારવામાં આવી હતી. અભિષેક પર હુમલા બાદ આરોપીએ ખુદને પણ ચાર ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું પણ મોત થયું હતું. આરોપીની ઓળખ મોરિસ તરીકે થઈ છે.
અભિષેક ઘોષાલકર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોષાલકરના પુત્ર હતા. મોરિસે ફેસબુક લાઈવના બહાને અભિષેકને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક લાઈવ બાદ અભિષેક ઉઠીને જતા હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન મોરિસે તેના પર 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. અભિષેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આરોપી મૃતક મોરિસ ભાઈ તરીકે જાણીતો હતો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ મોરિસ છે. તેણે ફેસબુક લાઈવના બહાને પહેલાં અભિષેક ઘોષાલકરને ઓફિસમાં બોલાવ્યો અને બાદમાં તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મોરિસને મુંબઈ પોલીસ દ્વારા કોઈ શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવ્યું નથી. તેથી, મોરિસે જે હથિયાર વડે ગોળીબાર કર્યો હતો તે ગેરકાયદે હોવાની શંકા છે.
શિવસેના નેતાની હત્યા અને હુમલાખોરની આત્મહત્યાને લઈને બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક અને મોરિસ વચ્ચે થોડો અણબનાવ હતો. જોકે તાજેતરમાં બંને વચ્ચે સમજૂતી થઈ હતી. આ કારણે ઘોષાલકર ગુરુવારે રાત્રે તેમના ફોન પર મોરિસની ઓફિસે આવ્યા હતા. લાઈવ દરમિયાન અભિષેક એમ પણ કહે છે કે લોકો તેને મોરિસ સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.