યુએસ ગોળીબાર અમેરિકાના હ્યુસ્ટનમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોય ફિનરગનના જણાવ્યા અનુસાર ગોળીબાર રવિવારે હ્યુસ્ટનના લેકવુડ ચર્ચમાં થયો હતો. આ ફાયરિંગમાં સામેલ મહિલા શૂટરનું મોત થયું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ચર્ચમાં પ્રવેશતા જ તેણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. મહિલા શૂટર સાથે એક બાળક પણ હતું. હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોયે જણાવ્યું હતું કે મહિલાને ઘટનાસ્થળે ગોળી વાગી હતી. તેમણે જણાવ્યું કે મહિલા સાથે હાજર બાળકની ઉંમર ચારથી પાંચ વર્ષની વચ્ચે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ચર્ચમાં પ્રવેશતા જ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર બે ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા શૂટરે ફાયરિંગ ચાલુ રાખ્યું. આ પછી પોલીસ અધિકારીઓએ ફાયરિંગ કરીને જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં બાળક ઘાયલ થયું હતું અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.