વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું UAEમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પછી વડાપ્રધાન ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં પહોંચ્યા અને UAEમાં રહેતા ભારતીય સમુદાયના લગભગ 65 હજાર લોકોને સંબોધિત કર્યા. કહ્યું- તમે નવો ઈતિહાસ રચ્યો છે, અહીંની દરેક ધડકન કહી રહી છે કે ભારત-UAE મિત્રતા અમર રહે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ PM મોદીની આ 7મી UAE મુલાકાત છે. તેઓ ઓગસ્ટ 2015માં પીએમ તરીકે પ્રથમ વખત UAE ગયા હતા.તેમણે 2018 અને 2019માં UAEની પણ મુલાકાત લીધી હતી. 2019માં UAE સરકારે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા હતા. મોદીએ જૂન 2022 અને જુલાઈ 2023માં દુબઈની મુલાકાત લીધી હતી.