વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના UAE પ્રવાસ દરમિયાન આજે અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. 2015માં જ્યારે મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર UAEની મુલાકાત લીધી ત્યારે UAEએ મંદિર માટે 13.5 એકર જગ્યા આપવાની જાહેરાત કરી હતી. 2019માં આ મંદિર માટે 13.5 એકર વધુ જમીન આપવામાં આવી હતી. 2015માં કતારના મીડિયા હાઉસ અલ જઝીરામાં છપાયેલા અહેવાલ મુજબ એક મુસ્લિમ બિઝનેસમેને આ મંદિર માટે 5 એકર જમીન પણ આપી હતી. BAPSનું હિન્દુ મંદિર 700 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. મંદિરનું ઉદઘાટન કર્યા બાદ મોદી કતાર જશે.
પીએમ મોદી બપોરે 1.30 વાગ્યાની આસપાસ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે. તેઓ દુબઈમાં યોજાનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. આ સાથે તેઓ સમિટમાં વિશેષ સંબોધન પણ કરશે