વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત પછી તેઓ ભારત જવા રવાના થશે. UAEની બે દિવસની મુલાકાત બાદ PM મોદી બુધવારે રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા. દોહા એરપોર્ટ પર કતારના વિદેશ મંત્રી સુલતાન બિન સાદ અલ મુરૈખીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ હોટલ પહોંચ્યા. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.
એરપોર્ટથી નીકળ્યા બાદ પીએમ મોદીએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને કતાર વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા અને નાણા ક્ષેત્રે વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંનેએ સાથે ડિનર કર્યું હતું.